તારીને તારી બનાવેલી વાનગી, પીરસાણી છે તારા ભાણામાં, ખાતાં કેમ તું અચકાય છે
છે કંઈક તો તીખી તમતમતી, છે કંઈક મીઠી મધ જેવી, છે કંઈક તો એવી કડવીને કડવી
જેવી છે, બનાવેલી છે તારી, હતો ખ્યાલ ના તને પડશે ખાવી તારે, તારી બનાવેલી વાનગી
પડશે એક દિન ખાવી તારેને તારે, બેધ્યાનપણે બનાવી શાને તેં તારી એ વાનગી
હશે ભલે એ ખારી કે ખાટી, તીખી કે મીઠી, છે એ તો તારીને તારી બનાવેલી
બીજાની વાનગીઓમાં કાઢી ભૂલો તેં ઘણી, તારી વાનગીમાં ભૂલો કેમ ના દેખાણી
તને ખ્યાલ હોય કે ના હોય, છે તારી બનાવેલી, ખ્યાલમાં છે, જેણે તને એ મોકલાવી
ખાવી પડશે એ તો તારેને તારે, નથી કાંઈ ચતુરાઈ તારી એમાં તો ચાલવાની
થઈ ગઈ છે જ્યાં હવે તૈયાર, ગઈ છે જ્યાં વીસરાઈ, નથી કાંઈ બદલા બદલી થવાની
ખાઈશ એને જો તું તો સમજીને, જરૂર એમાં પણ તને તૃપ્તિ તો મળવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)