સુખસંપત્તિના સાધનો રે તારા, જોજે બની જાય ના કારણો તારા દુઃખના
જરૂરિયાતોની પડશે જરૂર તો જરૂર જીવનને,વટાવી સીમા, એની લોભમાં ના પલટાઈ જાય
છે મક્કમતાની જરૂર સદા જીવનમાં, જોજે લાલચ એને જીવનમાં ના હલાવી જાય
સંયમના તાંતણા બાંધજે એવા મજબૂત, ઘડી ઘડીમાં જોજે ના એ તૂટી જાય
સુખદુઃખ તો છે વાસ્તવિક્તા જીવનની, જોજે જીવનને ના એ તાણી જાય
જીવનજંગ તો છે તારોને તારો, કોણ છે વિરોધી, કોણ છે સાથી, એમાં ના ચૂકી જવાય
કડવી વાસ્તવિક્તા પડશે સ્વીકારવી જીવનમાં, અવગણના એની ના કરાય
તેજે તેજે કાપવો છે પંથ જીવનમાં, જોજે ભાવ પ્રેમનો દીપક જીવનમાં જલતો જાય
બનાવવા સાથી કુદરતને જીવનમાં, જીવન કુદરતમય કરતા ને કરતા જવાય
સાધનોને સાધનો, જાળવીને જીવનમાં, જોજે વિશુદ્ધિ એની જળવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)