મારીને તારી વચ્ચેની વાત માડી, તારીને મારી વચ્ચે તું રહેવા દે
જગને શું લાગે વળગે છે એમાં, જગને ના એ તો તું જણાવા દે
કર્મોના પડદા વચ્ચે પડયા છે માડી, એને હવે તો હટાવા દે
કરવાના છે કર્મો મારે, ફળ દેવાનું છે એનું તારે, એ આપણા વચ્ચે રહેવા દે
કરે છે જગ જે કાંઈ, આવ્યો નથી વચ્ચે હું, મારી વચ્ચે જગને ના આવવા દે
જગ જોશે ખાલી તમાશો, માડી જગના તમાશાનું નિશાન મને ના બનવા દે
મારાને તારા વચ્ચેનો સંબંધ છે અતૂટ, જગના સંબંધોને વચ્ચે ના આવવા દે
મેં ગણી છે તને મારી, જે કહેવું છે મારે તને, આજ મને, તને એ કહેવા દે
કરીશ દિલ ખાલી જગમાં બીજે ક્યાં, દિલ તારી પાસે આજે મારું, ખાલી કરવા દે
જોજે જાય ના આ વાત મારી, પાસેથી તારી, જગને આ વાત ના તું જાણવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)