મુસીબતોની મોસમ તો ખૂબ ખીલી છે, કાંટા તો પૂરબહારમાં ખીલ્યાં છે
જવાનીને તો દઈ રહી છે પડકાર, મર્દ બનીને એને તો ઝીલી લેવાનો છે
શૂરાતનભર્યા કરવા છે જ્યાં કર્મો, મોકા ઊભા એમાં એ તો કરી રહી છે
કરી લેજે જીવનમાં નામ તારું રોશન, પડકાર તને એ તો દઈ રહી છે
તૂટી ના જાતો તું તો મુસીબતોમાં, મૂડી હિંમતની ભેગી કરતા રહેવાની છે
ચૂભતા રહેશે અનેક બાજુથી કાંટા, ના તંગ એમાં તો થઈ જવાનું છે
રોજીંદા જીવનના અંદાજથી, અંદાજ એનો તો જુદોને જુદો રહેવાનો છે
ફૂલસમ કોમળ સેજ જીવનમાં જાજે ભૂલી, પડકાર એનો જ્યાં પડકારી રહ્યો છે
ભાગ્ય સામે મૂક ના કોઈ તહોમતનામું, પડકાર તો જ્યાં ઝીલી લેવાનો છે
હકીકતોને સદા નજર સામે રાખી, મુસીબતોનો તો સામનો કરવાનો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)