રગડી રગડી, અહંનો કરજે ચૂરો તું જીવનમાં, પડશે જીવનમાં નહીંતર નાક તારે રગડવું
પડશે કરવો એની સામે ખુલ્લો બળવો, પડશે જીવનમાં નહીંતર તારે એમાં ઘસડાવું
લાગશે બહુ એ તો મીઠો, પરિણામે હશે કડવો, સારી રીતે પડશે જીવનમાં તારે એ સમજવું
ચડયો એકવાર જ્યાં એનો નશો, બનશે ના ઉતારવો સહેલો, પડશે એમાં તો જાગૃત રહેવું
ચડી ગયા એકવાર એ રાહ પર જ્યાં, બનશે મુશ્કેલ એમાંથી તો પાછું ફરવું
રૂંધશે માર્ગ એ તો પ્રગતિના, આવશે પાળી એમાં તારે તો ડૂબવાની
કરશે જીવનમાં એ તો, બીજા કચરા એવા ભેગા, બનશે મુશ્કેલ જીવનને એમાંથી સાફ કરવાનું
રોળાયા કંઈક સંસાર ને કંઈક સામ્રાજ્યો એમાં, બંધ કરી દે તું જીવનમાં, ઉત્તેજન એને દેવાનું
જાતને તારી બચાવજે એમાંથી તું તો સદા, જાગ્યા વિના સવાર નથી કાંઈ પડવાની
આળસ કરતો ના એમાં તું જરાપણ, આળસ કાંઈ કામ નથી એમાં તો લાગવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)