મારે છે ધક્કો તને તો જીવનમાં, તારાને તારા, કર્મોને કર્મો ચાહે તું એ માને, કે ચાહે તું એ ના માને
કર્યા નથી દ્વાર બંધ તારા તો પ્રભુએ, રાખ્યો છે રસ્તો તારો તો ખુલ્લો - ચાહે...
કર્મોએ બાંધ્યો તને, છોડજે બંધન તું કર્મથી, નથી રસ્તો કોઈએ એ તો રોક્યો - ચાહે...
વગર વિચારે રહ્યો કર્મો તું કરતો, બાધા નથી પ્રભુ કાંઈ એમાં તો નાંખતો - ચાહે...
સમજીને કરજે તું કર્મો, તારા હાથમાં દોર પ્રભુએ છે એનો તને તો દીધો - ચાહે...
જગમાં જીવન તારું તો છે, છે એ તો તારાને તારા કર્મોનો તો સરવાળો - ચાહે...
મળવું છે જ્યાં દિલથી તારે તો પ્રભુને, લેતો ના આશરો તું કોઈ બહાનાનો - ચાહે..
હકીકત જીવનમાં જાજે ના આ તું ભૂલી, દોર યત્નોનો નથી તારે તોડવાનો - ચાહે...
કર્યા જ્યાં કર્મો, આવશે લઈ એ ફળ તારા દ્વારે, નથી એમાંથી તું છટકી શકવાનો - ચાહે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)