જિંદગી જિંદગી, જિંદગી મળી છે અણમોલ જગમાં તને જિંદગી,
કરી કોણે તારા કાજે એની રે બંદગી, મળી તને આ તેથી રે જિંદગી
હશે ભલે એ કરુણા ભરેલી, બની ગઈ છે હવે વહાલસોઇ એ જિંદગી
પડશે તોફાનોથી એને સાચવવી, બની ગઈ છે અંગસમી તો એ જિંદગી
સુખ દુઃખથી હશે ભલે એ ભરેલી, ત્યજી ના શકાશે તારાથી એ જિંદગી
માનવતાની પડવા ના દેતો એમાં કમી, છે અણમોલ તારી એવી એ જિંદગી
સાધવા મુક્તિ મળી છે તને એ જિંદગી, છે અણમોલ તેથી એ તો જિંદગી
કરી ખોટા કર્મો ને વિચારો, બનાવી નર્ક ના દેતો, એ અણમોલ જિંદગી
સર્જવું નરક કે રચવું સ્વર્ગ, હશે હાથમાં તારા, બનાવજે એવી તારી જિંદગી
કરજે યોગ્ય જાળવણી તું એની, સાધવું છે જે જે એમાં, સાધી લેજે એવી જિંદગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)