કર્મોના બીજથી કરી મેં કર્મોની ખેતી, કર્મોના પાકથી થઈ વિભૂષિત જીવનની ધરતી
ઇચ્છાઓના ખાતર એમાં ઉમેરી,ફૂલીફાલી મારા જીવનમાં એ કર્મોની રે ખેતી
વાવ્યા જેવા રે બીજો, ફાળ મળ્યો એવો, હલાવી ગઈ કદી એ મારા જીવનની ધરતી
કર્મો અવિરતપણે રહ્યો કરતો, કદી ના અટક્યો, કદી મુંઝાયો, હરખાયો, હતી મારા કર્મોની ખેતી
સુખદુઃખના આંગણિયામાં એમાં ખેલ્યો, રાખી ના હાથમાં બાજી, શોભાવ જીવનની ધરતી
પ્રેમતણાં જ્યાં પુષ્પો એમાં વાવ્યા, ખીલી ઊઠી એમાં જીવનમાં મારા કર્મોની ખેતી
રહ્યાં વિશ્વમાં નખરાં એ તો કરતા, નાચવું જીવનમાં, નાચી રહી એમાં જીવનની ધરતી
સમજીને કે સમજણ વિના, રહ્યાં બીજ વાવતાં, આડેધડ થાતી રહી એમાં કર્મોની રે ખેતી
રાખ્યા ના અંકુશમાં, બીજો જ્યાં કર્મોના, થઈ કદી હરિયાળી, કદી વેરાન જીવનની ધરતી
કર્મોમાંથી ફૂટતી ગઈ કર્મોની અનેક ડાળી, ફૂલતીફાલતી રહી એમાં તો કર્મોની ખેતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)