દુઃખ દર્દને પાંખ હોતી નથી જીવનમાં, ઊડીને કાંઈ એ આવ્યા નથી
જાણ્યે અજાણ્યે દીધા છે એને નોતરા, નોતરા વિના એ કાંઈ આવ્યા નથી
જાશે ક્યારે કહેવાશે નહીં, પાંખ દેખાતી નથી, પાંખ વિના ઊડયા વિના રહેવાની નથી
દુઃખ દર્દ દેશે સુખની ધરતી સૂકવી, સૂકવ્યા વિના એ તો રહેવાની નથી
આવે છે વગર પાંખે જીવનમાં એવા, મુરત જોવા એ તો કાંઈ બેસતો નથી
નબળી ક્ષણોમાં પ્રવેશ થાય છે એનો, નબળો બનાવ્યા વિના એ રહેતો નથી
હરી લેશે નૂર એ તો જીવનનું, જીવનનું નૂર ડર્યા વિના એ રહેવાના નથી
હમદર્દી ચાહે છે જીવનમાં એ સહુની, હમદર્દ જીવનમાં એ તો રહેવા દેતા નથી
એના ઘા દીધા વિના એ રહેતા નથી, આસાનીથી કાંઈ એ તો જાતા નથી
દે છે વિચારોની પાંખો કાપી, આસપાસ ફરતા રાખી, બચાવ્યા વિના એ રહેતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)