અનિશ્ચિત મનના રે ઉપાડા, જીવનમાં કેમ કરી એને સંભાળવા
કદી હાં માં એ તો રાચે, કદી ના માં નાચે, ઢળશે ક્યારે એ તો શેમાં
મુશ્કેલ બને કરવા, જીવનમાં રહેતા રે વહેતા
મસ્ત બની સદા વ્યસ્ત રહે જીવનમાં એ તો ફરવામાંને ફરવામાં
સુખદુઃખ સર્જી, દિલને એ સોંપી, રહે મસ્ત એ તો એની ચાલમાં
અટકે ના ક્યારેય એ તો જીવનમાં, રહે દોડતું એ તો પૂરજોશમાં
હશે ક્યાં એ ક્યારે, પહોંચશે ક્યારે ક્યાં, નાંખી દે એ તો અચરજમાં
એના આધારે રખડે સહુ કામ કરવા, પૂરા કેમ કરી એને તો જીવનમાં
દોડી દોડી રહ્યું દોડાવતું જીવનમાં, આવ્યું ના એતો તોયે હાથમાં
રહ્યું ઉપાધિઓને ઉપાધિ સર્જી, જીવનને નાંખતું રહ્યું એ ઉપાધિઓમાં
આવ્યું જીવનમાં તો જ્યાં એ હાથમાં, રહ્યું ત્યારે તો એ સદા સાથમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)