કસ વિનાની ધરતી ને રસ વિનાનું જીવન, ફળ દેશે એ તો ક્યાંથી
તાપે તાપે તપશે, જો તાપ ના જીરવાશે, તૈયાર થશે ધરતી તો એમાં ક્યાંથી
ખાતરને પાણીની, સમતુલા જો ના જળવાશે, સમૃદ્ધિ જગને ચરણે ધરશે એ ક્યાંથી
જીવન અસ્તવ્યસ્ત તો રહેશે, જો સમજાશે, તોફાન આવશે તો કઈ દિશામાંથી
સમજણ વિના તો શાખ પૂરી, બોલશે કર્મો તો ખોટા સદા તો એમાંથી
મનસૂબા તો ખૂબ ઘડયા હૈયાંમાં, થાશે પૂરા મહેનત વિના તો એ ક્યાંથી
સાચું ખોટું રહ્યો કરતો જીવનમાં, કર વિચાર, કર્યું જગમાં એ કોના કહેવાથી
સુખ વિનાના સાથી ને દર્દ વિનાના દર્દી બનશે ક્યાંથી જીવનમાં એ સંગાથી
ભૂલોથી ભરેલા છીએ અમે, સુધારજો ભૂલો અમારી, સુધારજો એને પ્યારથી
હર વાતમાં અમારી, ભણજો ના હાં તમારી, હાં ભણો તો ભણજો પૂરા પ્રેમથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)