છુપા છુપા આવો છો તમે રે પ્રભુ, આવો છો રોજ મારા ખ્યાલમાં
એકવાર હવે કહી દો તમે રે મને, આવશો મળવા મને તમે ક્યારે રૂબરૂમાં
સદાને સદા યાદ તમે તો આવ્યા, પડયા જ્યારે જ્યારે અમે તો દુઃખમાં
કરો હવે તમે એવું તો પ્રભુ, સદા રહો તમે મારા સુખમાં સદા સાથમાં
થાતુંને થાતું રહ્યું છે જગમાં તો બધું, બંધાયો છું તો જ્યાં કર્મમાં
જીવનમાં થાય ભલે બધું, હટવા ના દેજો પ્રભુ મને તમારી ભક્તિમાંથી
રહેશે વધતાને વધતા તો કર્મો, અટકશે ક્યાં, આવે ના એ અટકળમાં
અમાપ તું તો છે પ્રભુ, અમાપ છે કર્મો, અટકશે, સમાશે જ્યાં એ તુજ અમાપમાં
અમાપ તું તો છે, અમાપ છે તુજ મહિમા, છે જગમાં ભરેલું બધું અમાપમાં
અમાપ છે ઇચ્છાઓ, અમાપ છે મુજ વૃત્તિઓ સમાવી લેજે બધું તું અમાપમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)