રમત રમતો ના, રમતો ના, જીવનમાં રે તું ધીમા ઝેરથી
પ્રસરી જાશે જીવનમાં જ્યાં એકવાર, પરિણામ માઠા આવ્યા વિના રહેશે ના
બન્યો નથી જીવનમાં જ્યાં રે, જીવનઝેરનો ગારૂડ,જીવનઝેરમાં રમત તું માંડતો ના
નીકળ્યો છે કરવા અસર ધીમા ઝેરની અન્ય ઉપર, જોજે ભોગ એનો તારે બનવું પડે ના
લાવીશ અસર ધારી અન્ય ઉપર એની, એની અસરમાંથી તું બચી શકીશ ના
કરી કરી અપમાન અન્યનું જીવનમાં, અન્યના જીવનમાં ઝેર એનું ઘોળતો ના
વેરઝેર વાવી તારાને અન્યના હૈયાંમાં, એની અસરમાં મુક્ત તું રહી શકીશ ના
કર્મને ઇર્ષ્યાના ઝેરથી જલાવવા નીકળ્યો છે જ્યાં, હૈયું તારું એમાં જલ્યા વિના રહેશે ના
કડવી વાણીના ઝેર ઓકી ઓકી, અન્યને શિકાર બનાવી, ખુદ શિકાર બન્યા વિના રહેશે ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)