કોઈ કંચનમાં લોભાયા, કંઈક તો કામિનીમાં લોભાયા
લોભે-લોભે સહુ તણાયા, છે પગ તો સહુના લોભે બંધાયા
કોઈ કીર્તિલોભે તો લોભાયા, કંઈક સંસારસુખે લોભાયા - લોભે....
કોઈ સફળતામાં સપડાયા, કંઈક પરોપકારે તો પીડાયા - લોભે...
કોઈ તો જાણીને લોભાયા, કંઈક અજાણતાં લોભાયા - લોભે...
કોઈ બુદ્ધિથી લોભાયા, કંઈક તો શક્તિથી લોભાયા - લોભે...
કોઈ ખોરાકે લોભાયા, કંઈક તો આળસમાં લોભાયા - લોભે...
કોઈ તો પ્રેમમાં લોભાયા, કંઈક તો સેવામાં લોભાયા - લોભે...
કોઈ એશોઆરામમાં લોભાયા, કંઈક સુખશાંતિથી લોભાયા - લોભે...
કોઈ લાલચમાં તો લોભાયા, કંઈક પુણ્યમાં લોભાયા - લોભે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)