દર્શન કાજે માડી મારી, તરસ્યાં છે નયનો ને મારું મન
કૃપા તારી વરસાવજે આજે, દઈને રે, તારાં તો દર્શન
ભમી-ભમાવી ભમતો રહ્યો, જગમાં ભમું હું ચોગરદમ
આવ્યું ન કાંઈ મારા હાથમાં, રહ્યો હું તો ખાલીખમ
યુગો-યુગોથી તો ફરતું રહ્યું, કાબૂમાં ના આવ્યું મન
જાગી છે હૈયે તો આશા, કરવા માડી તારાં દર્શન
માયા એવી તો રહી વીંટળાઈ, ના છૂટ્યું એમાંથી મન
ક્ષણેક્ષણ ને યુગો રહ્યા વીતતા, મળ્યાં ન તારાં દર્શન
કહેવું તને ક્યાંથી, છે ભૂલ મારી, કાબૂમાં ન આવ્યું મન
કૃપા કરી તરસ છિપાવજે, માડી દઈને આજે તો દર્શન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)