મલકતું મુખડું તો ‘મા’ નું, લાગે આજે કેવું મીઠું-મીઠું
વિશ્વ સમસ્તનું વહાલ તો આજે એમાં મેં તો દીઠું
હસ્ત તો એના શસ્ત્રો ભયંકર, રહ્યું છે તો ધરતું
હૈયું તો એનું, રહ્યું છે તો કલ્યાણકાજે તલસતું
ભર્યું છે હૈયે, વહાલ અપાર, આંખમાં એ તો નીતરતું
છે તો સહુ એના પોતાના, જુદા કોઈને ના એ ગણતું
બાળ કાજે હૈયું તલસતું, વાટ સદા એની તો જોતું
છે હૈયું સદાય ભાવભર્યું, ભાવે-ભાવે એ તો ભીંજાતું
નાના ને મોટા, સહુના તો કાજે, રહેતું એ તો તડપતું
ભેદભાવ તો એ ના રાખે, સહુને એકસરખું એ જોતું
સર્વકોઈની છે એ તો માતા, બાળના પ્રેમને તો ઝંખતું
આંખથી ભાવો સદાય ઝરતા, કૃપાનું બિંદુ તો દેતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)