એક નંગ છું રે તારું રે પ્રભુ, એક નંગ છું રે હું તો તારું
છે અનેક નંગ પાસે તો તારી, છું એમાનું એક નંગ હું તો તારું
બનવા દેજો મને નંગ એવું તમારું, શોભી ઊઠું હું, એવું નંગ તમારું
છું નંગ તમારું ભલે, છું પ્રકાશિત હું તો, તમારા પ્રકાશથી છે એવું નંગ તમારું
રચતા આવ્યા છે અનેક ચિત્રો જગમાં તમે, ગોઠવજો એમાં આ એક નંગ છું
ઊખડી જાઉં જો ચિત્રમાંથી, ફેંકી ના દેશો, રાખજો પાસે ગણીને નંગ તમારું ને તમારું
જડીને આંગળીમાં મને, બનાવી લેજો પ્રભુ, મને અંગ તો તમારું
નજરમાં રહેશે જ્યાં આ નંગ તમારું, આપી દેજો હૈયાંમાં સ્થાન મને એવું તમારું
રહીશ અંદર કે બહાર તમારી, રહીશ અને રહેવાનું હું નંગ તો તમારું
હોઈશ હું ખોટું કે સાચું, પડશે તમારે સાચવવું, કારણ, છું હું નંગ તો તમારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)