ચીતરવા છે હૈયે તો ચિતરામણ તારાં રે માડી
ભક્તિ કેરા રંગે ને ભાવોની પીંછીએ રે માડી
સંયમથી આંકવી ને શ્રદ્ધાથી છાપવી રે માડી
ઉપજાવવી છે એમાં રેખા તારી રે માડી
ઉમંગે ને ઉમંગે, ને આનંદે ને આનંદે રે માડી
ભીંજવવા છે હૈયાં તો મારાં રે માડી
કદી ના ભુંસાયે, પડે ના ઝાંખા રે માડી
રંગવા છે એવા પાકા રે માડી
પૂરવા છે અનોખાં તેજ તારાં રે માડી
જોતાં ભુલાવે ભાન અમારાં રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)