વિશ્વાસનો અંત લાવી, પામશો ક્યાંથી અનંતને
શક્તિહીન બનીને, પામશો ક્યાંથી તમે શક્તિને
વિકારોથી ભરીને હૈયું, ના પમાશે વિકારરહિતને
અશુદ્ધતાને ના ત્યાગીને, ના પમાશે શુદ્ધને
હૈયે વેરની જ્વાળા જલાવી, પામશો ક્યાંથી પ્રેમને
લોભ-લાલચ હૈયેથી ના હટાવી, પામશો ક્યાંથી આનંદને
અસંતોષ હૈયે સળગી રહે, પામશો ક્યાંથી શાંતિને
સંયમ વિનાનું જીવન જીવી, પામશો ક્યાંથી શક્તિને
અધવચ્ચે રાહ જો છોડશે, પામીશ ક્યાંથી ધ્યેયને
ધ્યેયવિહીન જીવન બનશે તારું, પામશો ક્યાંથી અનંતને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)