મંગળકારી માતની જ્યાં મીઠી નજર તુજ પર પડશે
ત્યાં તો સૌ સારાંવાનાં થાશે (2)
ઉચાટ હૈયાના તારા, તરત તો શમી જાશે - ત્યાં...
દુઃખની ભરતી ઊછળે ભલે, નાવ કિનારે આવશે - ત્યાં...
હૈયાના વેર હટીને, અંકુર પ્રેમના ફૂટવા લાગશે - ત્યાં...
એકલતા હૈયાની હટીને, હૈયું ભર્યું-ભર્યું થાશે - ત્યાં...
ઉમંગ હૈયે વ્યાપી, જીવન જીવવા જેવું લાગશે - ત્યાં...
અજ્ઞાન તારું તો હટીને, કર્તાને સમજવા લાગશે - ત્યાં...
અલગતા હૈયેથી હટીને, સહુ તારા પોતાના લાગશે - ત્યાં...
બંધન માયાનાં તો ઢીલાં પડવા લાગશે - ત્યાં...
નજર પડતાં, નજરમાં, દર્શન ‘મા’ નાં થાવા લાગશે - ત્યાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)