આવતા જગમાં મળી તો ગોદ, મા ની હૂંફાળી
છોડતા તો જગ, મળશે ગોદ તો ધરતીની
આવતાં ને જાતાં, જગમાં મળશે ગોદ તો માતાની
વામન હશો કે વિરાટ બનશો, મળશે ગોદ માતાની
કંઈકે કર્મો કરીને સારાં, ગોદ તો મા ની ઉજાળી
કર્મો કરી જગમાં એવાં, સુગંધ એની ફેલાવી
કર્મો કરશો સાચાં-ખોટાં, ખબર એની લેવાની
મળ્યો છે મોકો, ચૂક ના તું, ગોદ ઉજાળવાની
યાદ આવે હરેકને ક્યારે ને ક્યારે, ગોદ માતાની
ગોદ છે મા ની એવી, જીવનનો થાક ઉતારવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)