યાદ કરવા પ્રભુને, કરજે એના ગુણો યાદ
અગણિત છે ગુણો એના, છે ગુણોના ભંડાર
અગણિત જીવોના છે, સર્જનહાર ને રક્ષણહાર
ગુણો એના હૈયે ધરીને, ગુણો એના સંભાર
ગુણે-ગુણે ભીંજાશે હૈયું, જ્યાં નમશે હૈયાં જેનાં
ભીંજાતા હૈયું, કરાવશે એ તો પ્રભુની યાદ
સદા પ્રજ્વલિત છે એ તો, કરે દૂર સદા અંધકાર
સૂર્ય-ચંદ્ર સદા પ્રકાશે એનાથી, છે તેજતણો આધાર
હદની પણ હદ છે, ના હદ તો છે કદી પ્રભુની
ના જડશે સ્થાન એવું, જ્યાં થાશે પૂરી હદ એની
શક્તિની ભી મર્યાદા છે, ના મર્યાદા એની શક્તિની
શક્તિનો છે એ ભંડાર, ના અંત એની શક્તિનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)