આગળ વધતા પગ રે તારા, કેમ આજ લડખડાતા જાય છે
પહોંચવા મંઝિલે નીકળ્યો છે તું, કેમ ત્યાંને ત્યાં ઊભો રહી જાય છે
છે મંઝિલ તો ત્યાંની ત્યાં, તું ઊભો તો છે તો ત્યાંને ત્યાં
અધવચ્ચે એવું તો શું બની જાય છે, આગળ વધતા પગ તારા કેમ લડખડાતા જાય છે
ખૂટયો જીવનમાં રે તું શેમાં, ભૂલ્યો જીવનમાં શું શું, શું ના તને એ સમજાય છે
રસ્તા તો છે, જે છે તે છે, ભૂલ્યો શું તું, એ અધવચ્ચે અવરોધ ઊભો કોણ કરી જાય છે
શક્તિ સહીત મંડાણ માંડયા તેં તો, કાર્ય કર્યા વિના કેમ શક્તિહિન બની જાય છે
શું હચમચી ગયું જીવન તારું, હાથ એની પાસે તારા હેઠા શું પડી જાય છે
જાવું હતું જીવનમાં તારે જ્યાં, જીવનમાં શું ભૂલી ગયો છે રે એ તું
ધ્યાન તારું બીજે એમાં કેમ ખેંચાઈ જાય છે, આગળ વધતા રે પગ તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)