ડહાપણ તો જીવનમાં સારું, દોઢ ડહાપણ ભારે પડે
જરૂરિયાતનો ખોરાક તો સારો, વધુ તો ગરબડ કરે
માગે તો સલાહ દેવી, નહિતર ટક-ટક ગણાઈ જાએ
પ્રેમ તો જીવનમાં સારો, વધુ પ્રેમથી બાળક તો બગડે
ઊંઘ પણ છે તો હદમાં સારી, વધુએ તો આળસ ચડે
બોલવું પણ છે હદમાં સારું, નહિ તો બકબક ગણે
વહાલ પણ છે હદમાં સારું, નહિ તો સ્વાર્થ ગણાઈ જાયે
માયા પણ છે તો હદમાં સારી, નહિ તો એનો કેફ ચડે
દુઃખ પણ છે તો હદમાં સારું, નહિ તો જીવન ભાંગી પડે
ભક્તિને તો કોઈ હદ નથી, હદમાં ભક્તિ ના ફળે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)