કર ના તું ‘મા’ ની પાસે ફરિયાદ, ઊભી છે તારી પાસે એની ફરિયાદ
પડીને માયામાં, ભૂલ્યો ‘મા’ ને, અપાવે તો એ એની યાદ
રડી-રડી, નવ માસ ગર્ભમાં, કરી હતી તેં એને યાદ
આવીને જગમાં, ભૂલીને વાયદો, અપાવે એ એની યાદ
રડતા પ્રવેશી જગમાં, રહેવું છે હસતા, કરી લે એને યાદ
દઈને સંજોગો આકરા, કરી કસોટી, અપાવે એ તો યાદ
છોડીશ ના માયા, ગણીશ વહાલી કાયા, રહેશે ઊભી ફરિયાદ
આફતો આવી ઊભે સામે, અપાવે એ તો યાદ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)