સદા રક્ષણ કરતી અમારું ‘મા’, કરતી તું નિરંતર
પ્રલયકાળે માડી તું તો, બનતી સદા ભયંકર
ઉપર રહેતી, નીચે રહેતી, રહેતી સદાય અમારી અંદર
સુખની દાતા, છે તું માતા, છે આનંદકારી નિરંતર
પાપીના પાપ સામે કાઢી આંખો, દેખાયે તું ભયંકર
ખૂણે-ખૂણે તું તો રહેતી, રહેતી સદાય અમારી અંદર
આર્તનાદે તને પુકારે, વહારે ચડતી તું તો નિરંતર
કરતી કસોટી માનવની જ્યારે, લાગે તું ભયંકર
છોડી વિકારો ઊતરે અંતરમાં, રહેતી સદાય અમારી અંદર
પળે-પળે ભણકારા વાગે, વાગે ભણકારા નિરંતર
કૃપાળી, રૂપ સૌમ્ય બનાવી દે, ના બનજે તું ભયંકર
શક્તિ ભરી દે ગોતવા તને, રહી છે તું સદાય અમારી અંદર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)