હાંકી છે હોડી મારી, મેં તો ભવસાગરે માત
જોજે રે માડી, ક્યાંય એ તો અટવાઈ ના જાય
જોજે-જોજે રે ઊછળી એ તો, ખાયે ખૂબ પછડાટ
પછડાટે-પછડાટે માડી, જોજે ના એ તૂટી જાય
વા ને વંટોળિયા વાયે છે ખૂબ તો માત
જોજે રે માડી, એમાં તો એ ના ડૂબી જાય
ચારે દિશામાં ઊછળે પાણી, દિશા તો ના દેખાય
ઊછળી-ઊછળી ઉપર એ તો, ઘૂમરી ખૂબ ખાય
ચારે દિશાએ છાયો અંધકાર, સૂઝે ન બીજું કાંઈ
રહી છે ચાલતી તારા ભરોસે, ભવસાગરે તો માત
અરજ સ્વીકારી, મારી રે માડી, લેજે સુકાન તારે હાથ
હાંકી છે જ્યાં ભવસાગરે, કિનારે તો હવે લાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)