જડ પણ ચેતનના સ્પર્શે, કેવું ચેતનવંતું લાગે
ખોળિયામાં પ્રાણ પુરાતાં, હૈયે ધડકન ધડકવા લાગે
ચંદ્રના આકર્ષણે તો, સાગરમાં ભરતી-ઓટ થાયે
ઘૂઘવી-ઘૂઘવી ઊછળે ઘણો, તોય મર્યાદા ના ત્યાગે
સંત પણ કદી ક્રોધે ભરાઈ, શ્રાપ તો ઉચ્ચારે
પ્રેમની ભરતી હૈયે જાગે, કલ્યાણ સહુનું વાંછે
લાભ ને ખોટના હિસાબ ત્યાં તો ના મંડાયે
ઊછળે જ્યાં ચેતનનો સાગર, બધું ચેતનવંતું લાગે
ચેતન હટતાં ખોળિયું પાછું તો જડવત થાયે
ક્રિયા બધી જાયે અટકી, ચેતન જ્યાં હરાયે
પ્રભુ તો છે સદા ચેતનવંતા, સંપર્ક એનો જે સાધે
પ્રાણના તો છે એ તો દાતા, કૃપાથી પ્રાણ પુરાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)