મીઠી-મીઠી લાગી માડી, તારી માયાની જાળ
વીંટાતો રહ્યો છે સદાય, એમાં તારો બાળ
ધીરે-ધીરે રહી છે વીંટાતી, હૈયે બહુ જંજાળ
લાગે બહુ આકરી, છોડવી એ મધલાળ
લાળે-લાળે મધ તો ઝરતું, લાગે બહુ રસાળ
ભાન એમાં તો જાતું, એમાં સમજાયે ના કાળ
કદી-કદી લાગી માડી, તું તો વિકરાળ
પગલાં મારાં પડે જો આડાં, માડી એને સંભાળ
ભરી-ભરી અમીના તો દીધા અમને થાળ
ના સંતોષાયાં હૈયાં અમારાં, રહ્યા અમે તો કંગાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)