વાસનાનું વિષ છે અનોખું, ધીરે-ધીરે ચડતું રહેતું
બચતા એમાં વિરલા, જે ‘મા’ નામનું અમૃત પીતું
માનવ તો છે આ જગમાં, શક્તિનું અનોખું બિંદુ
વામનમાંથી વિરાટ બને છે, એ તો બિંદુમાં સિંધુ
વિશાળ ભાનુ, પ્રકાશે જગને, છે એ તો શક્તિનું અલ્પબિંદુ
કલ્પના કરવી ક્યાંથી તારી શક્તિની, છે તું શક્તિનો સિંધુ
નાની-નાની વાદળી મળી, રોકી શકે પ્રકાશનો સિંધુ
નાની-નાની વાસના મળી, બને વાસનાનો સિંધુ
ત્યાગે માયા, ત્યાગે લાલચ, ત્યાગે વાસનાનો સિંધુ
ભાવે એ તો અમૃત પીતા, પીતા તારા પ્રેમનો સિંધુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)