હાથ ફેલાવી માત આવે, ચાલો જ્યાં ડગલાં બે એની પાસે
‘મા’ ના સાચા બાળ બનીને, જગમાં રહેવું ના ઉદાસ
આનંદી બાળક સહુને ગમે, ‘મા’ ને તો ગમે એ ખાસ
દુઃખ-દર્દમાં તો સહુકોઈ ભાગે, એક ‘મા’ આવે પાસ
દાનવ-માનવ સહુ કોઈ આવે, સહુને માતા પાસે બોલાવે
હાથ ફેલાવી સહુને આવકારે, ના જોતી જાત કે ભાત
રાખે ના એકલો કોઈને, ચાલે સદાય એ તો સાથ
સાથ લેજે ‘મા’ નો, ના થાયે કદીયે નિરાશ
કદીયે એવું તો ના બને, રહે એ તો પાસ ને પાસ
ગોતવું બીજે છોડી ગોતજે, કર તુજમાં એની તપાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)