મુક્તિનો છે પ્રવાસ તો, જગમાં તો સહુનોને સહુનો
પાપ પુણ્યનું ભાથું તો છે, પાસે સહુની નોખુંને નોખું
પડશે કરવું રે ખાલી ભાથાને, જગમાં પાપ પુણ્યનું રે ભાથું
જગ પ્રવાસમાં ભાથું લેવાશે વહેચી, કરવું પડશે ખાલી તારે, તારુંને તારું
જોજે રહી જાય ના કાંઈ પણ, મુક્તિનો પ્રવાસ રહી ના જાય અધૂરો
છોડી ના વધી શકીશ તું આગળ, આવશે પાછું એ દોડયું દોડયું
ખૂટશે કે ના ખુટાડીશ જો એને તું, ધામ મુક્તિનું દૂર રહેવાનું
રસ્તા હોય ભલે સહુના જુદા, પણ છે સહુએ એકજ સ્થળે પહોંચવાનું
છે પ્રવાસ સહુનો પોતાનો, છે સહુએ સહુના ભાથા સાથે ચાલવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)