દઈ સફળતાનો જામ હાથમાં, માડી કાં ઝૂંટવી લીધો
કરી કાં આવી મશ્કરી, માડી કઈ વાતમાં ઊણો પડ્યો
નથી કોઈ પૂછવાવાળું તને, તેથી તું શું આવું કરે
લઈ લેવો જો હતો તારે, કાં તેં એને હાથમાં દીધો
છું એક હું બાળ તારો, કાં મુજને તેં વિસરાવી દીધો
સફળતાથી છકી જઈશ, એટલે શું તેં એ ખેંચી લીધો
મૂંઝાયેલો છું ઘણો, ‘મા’, વધુ મને કાં મૂંઝવી દીધો
સફળતાએ દીધી કંઈક હાથતાળી, ઉમેરો એમાં કાં કીધો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)