Hymn No. 1148 | Date: 27-Jan-1988
|
|
Text Size |
 |
 |
ટાઢમાં થરથરી ઊઠે, તાપમાં અકળાઈ ઊઠે, વર્ષામાં જો ઘ્રુજી ઊઠે, કેમ જીવન તું જીવશે દુઃખમાં અકળાઈ જાશે, સુખમાં ફુલાઈ જાશે, નિરાશાએ બની હતાશ, કેમ જીવન તું જીવશે ક્રોધમાં જલી ઊઠે, લોભમાં તણાઈ જાશે, લાલચે લલચાઈ જાશે, કેમ જીવન તું જીવશે માયામાં ડૂબતો રહે, બૂમ તો પાડતો રહે, આળસ તો ના ખંખેરે, કેમ જીવન તું જીવશે દર્દ દિલમાં જાગશે, ઉપાય તો નવ થાશે, ભાર તો વધતો જાશે, કેમ જીવન તું જીવશે ડગલે ડગલે આફત આવશે, હિંમત જો તૂટશે, શ્રદ્ધા જો સરી જશે, કેમ જીવન તું જીવશે મારું તારું જો વધશે, હદબાર જો એ થશે, પ્રગતિ સદા એ રૂંધશે, કેમ જીવન તું જીવશે જીવન શુદ્ધ જો બનશે, અંકુર પ્રેમનો ન ફૂટશે, જીવન અસહ્ય બનશે, કેમ જીવન તું જીવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|