બગાડી બગાડી બગાડીશ જીવન ક્યાંથી તું મારું, જીવતર મારું જ્યાં બગડી ચૂક્યું છે
સુધારી ના શક્યો પુરુષાર્થ જીવન તું મારું, સુધારવું જીવનને જ્યાં હજી તો બાકી છે
સંકલ્પની પા પા પગલી તો ભરી છે, સંકલ્પની સીડી ચડવી તો હજી બાકી છે
સંયમનો દોર રહ્યો છે તૂટતો તો જીવનમાં, વણવો મજબૂત એને જીવનમાં હજી એ તો બાકી છે
મળી નથી સાચી શાંતિ તો જીવનમાં, જીવનમાં મેળવવી એને હજી તો બાકી છે
રોકી રહ્યાં છે રસ્તા જીવનમાં તો અંતઃશત્રુ, પથ જીવનનો કાપવો હજી તો બાકી છે
મળ્યું મેળવ્યું જીવનમાં તો શું શું, હિસાબ માંડવો જીવનમાં તો એનો હજી એ બાકી છે
મળ્યા નથી અજવાળા હૈયાંમાં જીવનમાં સાચા, અંધકાર હૈયાંમાં જ્યાં હજી તો બાકી છે
દુઃખ દર્દ દૂર થયા ના તો જીવનમાં, ફરિયાદ જીવનમાં જ્યાં હજી એની તો બાકી છે
કહું કહુંને રહી જાય છે અધૂરું કહેવું, તને રે પ્રભુ, કહેવું જીવનમાં ઘણું હજી તો બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)