નસીબની વાત, તો જો તું ના દે ટાળી
કરશું સહન ક્યાં સુધી અમે માડી
એક દિવસે તો, પડશું અમે તો તૂટી - રે માડી
હસતાને પણ દે છે એ તો રડાવી - રે માડી
આશાઓ બધી થઈ જાય ધૂળધાણી - રે માડી
કર્યા સહન ઘા ઘણાએ, શક્તિ ગઈ ગુમાવી - રે માડી
યુગો-યુગોથી ના બદલાઈ અમારી કહાની - રે માડી
હિંમતથી વધીએ આગળ, રહી છે ઘટતી શક્તિ અમારી - રે માડી
સફળતા પણ, સદા નિષ્ફળતામાં રહે બદલાઈ - રે માડી
માન્યા પોતાના, મળ્યા દગા, ત્યાંથી ભી માડી - રે માડી
કરવી નથી વાતો તોય, કરી હશે ભૂલો માડી - રે માડી
કરી દે હવે તો માફ, દે નસીબ અમારું બદલાવી - રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)