આવો-આવો મારે આંગણિયે રે માતલડી
કરવી છે તારી સાથે ખૂબ હૈયાની વાતલડી
ભમ્યો જગમાં બહુ માયામાં તો તારી
કરવી છે વાત માડી આજે તો મારી
વીતશે તો એમાં માડી, સારી રાતલડી
નાકમાં આવે છે દમ, જોજો સદાય
કેડ તો ગઈ છે તૂટી મારી માત
રાખજે ટટ્ટાર એમાં, બાંધી તારી સાંકલડી
વંટોળે નાવડી તો મારી ઝોલાં ખાય
સૂઝે ન ક્યાંય, દિશા તો લગાર
બતાવજે આજે તો મને સાચી વાટલડી
તારા આવ્યા-આવ્યાના વાગે ભણકાર
સૂઝતું નથી માડી હવે તો બીજું કાંઈ
ખૂબ વાટ જુએ માડી, મારી આંખલડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)