નાની નાની વાતોને દીધા રૂપો જીવનમાં મોટા, જીવનના રૂપિયા બની ગયા એ તો ખોટા
ઘસડાયા નજીવી વાતોમાં જ્યાં, પડી ગયા જીવનમાં રે, લિસોટા એના રે મોટા
આવડત વિના કર્યા ઉધામા જીવનમાં રે ઝાઝા, મળ્યા ફળ જીવનમાં એના રે ખોટા
કરી થોડું, ફૂલાયા ઝાઝું રે જીવનમાં, હતા પરપોટા એના જીવનમાં રે મોટા
જીવને ગબડાવ્યા જગમાં જ્યાં ને ત્યાં, હતા જાણે અમે રે, એના રે લખોટા
વાકુંચૂકું જીવ્યા જીવન તો જગમાં, બનીને ના રહી શક્યા જીવનમાં સીધા સોટા
કર્યા યત્નો રહેવા જીવનમાં આનંદમાં, રહ્યાં જગમાં, જીવનમાં તો એવા ને એવા
અમૃતની ખોજમાં ભેળવ્યા વાસનાના વિષને રહ્યાં જીવનમાં ઝેર પીતા ને પીતા
જીવન જાગૃતિમાં રહ્યાં ના જાગતા, રહ્યાં જીવનમાં જ્યાં ભાવમાં સૂતા ને સૂતા
જીવન વેપારના કર્યા વેપાર તો ખોટા, રહી ગયા જીવનમાં તો દોરી ને લોટા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)