તું ગંભીર નથી, ગંભીર નથી, ગંભીર નથી જીવનમાં રે, તું ગંભીર નથી
જીવન નથી જીવી રહ્યો તું તારી રીતે, જીવન જિવાડી રહ્યું છે તને એની રીતે
યત્નોને યત્નો કરતો રહ્યો તું, રહ્યાં યત્નો જીવનમાં અધૂરાને અધૂરા
સમજદારી છતાં વર્તી ના શક્યો તું, જવાબદારીથી તો જીવનમાં
ના આનંદ, હાસ્ય કે રૂદન સાથે છે, જીવનમાં તો કોઈ લેવા કે દેવા
હરેક યત્નો, હરેક પ્રયત્નો માંગે છે, જીવનમાં તારી એમાં ગંભીરતા
રહ્યો છે ભરતોને ભરતો, ફરિયાદને ફરિયાદોના ટોપલાંને ટોપલાં એમાં
સરકીને સરકી રહ્યો છે જીવનમાં જ્યાં તું, નિરાશાઓ ને આળસમાં
વર્ત્યો ના સ્થિરતાથી જીવનમાં તું, રહી ના શક્યો સ્થિર તું જીવનમાં
ઢોળ્યા ટોપલાં બીનઆવડતના અન્ય ઉપર, કેળવી ના આવડત તો તેં એમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)