દોડી-દોડી થાકીશ તું જગમાં, વળશે ન તારું કાંઈ
જગ સારાનું ભાગ્ય તો છે, એ તો ‘મા’ ને હાથ
કર્મની ઘડી વાળી છે એવી, એ જલદી ના ઉકેલાય
મથી-મથી એમાં કંઈક થાક્યાં, એમાં તો સહુ અટવાય
પુરુષાર્થ ટહુકે, પ્રારબ્ધ ચમકે, માનવ ત્યારે સુખે નહાય
એજ પુરુષાર્થ, એ પ્રારબ્ધશાળીના આંખે તો આંસુ વહી જાય
આશા-નિરાશાના સૂર જાશે જાગી, એકનું વર્ચસ્વ સ્થપાય
પુરુષાર્થી પણ બની જાશે પાંગળો, પ્રારબ્ધ જ્યાં આડું ફંટાય
નબળો પણ સબળો બની જાશે, પ્રારબ્ધ જ્યાં જોર કરી જાય
રમત આ તો સદાય ચાલે, ઊલટા-સૂલટો ત્યાં તો થાય
સોંપી દઈશું ભાર જીવનનો, જ્યાં એ તો ‘મા’ ને હાથ
સંભાળી લેશે એ તો એવું, ઊણપ ત્યાં નહિ વરતાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)