ગોતવો છે કિનારો મારે, મનની નાવ મારી લાંગરે રે
ઘૂમી-ઘૂમીને, ફરી છે ખૂબ, એ તો ભવસાગરે
મોજે-મોજે ઊછળીને ખૂબ, આવી નીચે એ પછડાટે
ખાધી છે ઘૂમરી, આંધીઓમાં ખૂબ ટકી છે એક જ સહારે
ખારા પાણીમાં ખૂબ તરી, મીઠા પાણીની પ્યાસ જાગે
હાલક-ડોલકમાં થઈ હાલત બૂરી, કિનારો એ તો માગે
રહી મળતી નાવડીઓ ખૂબ, ચાલી કંઈક તો સાથે
સમય-સમય પર, પડતી ગઈ, છૂટી એકલતા તો સાલે
નાખી નજર, આસપાસ ખૂબ, કિનારો તો ના દેખાયે
હવે તો માડી દેજે એને તારો કિનારો, જ્યાં એ લાંગરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)