હે જગતવ્યાપીની છે તું તો માડી, નથી કાંઈ તુજથી તો અજાણી
બની મૌન કાં તું બેઠી માડી, એ તો હવે સમજાવ
હૈયાં અમારાં થથરી ઊઠે, જોઈ જગના ખોટા વ્યવહાર – બની…
મોટાને પણ નાના દાટે છે, જગના આવા તો હાલ - બની…
સત્યના નામે ખોટું બોલે, વ્યાપે હૈયે ત્યારે ઉકળાટ - બની…
નબળાને નાથી સબળા બનતાં, છુપાવી ખુદની નબળાઈ - બની…
એક લાકડીએ તું સહુને હાંકે, નોખનોખી કાં દેખાય - બની…
પાપીઓ આજે મોજ કરતા, ધર્મીને દ્વારે પડે છે ધાડ - બની…
મુખડાં તો નિસ્તેજ દેખાયે, તન શક્તિહીન વરતાય - બની…
માનવ તો આ જગમાં માડી, કીડી જેમ ઊભરાય - બની…
દંડ તો છે તારા હાથમાં, તારા દંડથી ના ગભરાય - બની…
પડશે લેવો અવતાર માડી, ઘડી એની તો ગણાય - બની…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)