કરી ના કદર તો તેં જીવનમાં સમયની,સમય જીવનમાં હાથમાંથી સરકી ગયો
સરકી ગયો જીવનમાંથી જ્યાં એ તો, એને તો તું જોતોને જોતો તો રહ્યો
જાતા જાતા વક્રદૃષ્ટિ નાંખી તારા ઉપર, પડકાર તને જીવનમાં એ તો દેતો ગયો
રહીશ ના જો તું મારા સાથમાં, પાડીશ ના પગલાં તું સાથમા, ના કાંઈ હું ઊભો રહેવાનો
તું ત્યાંને ત્યાં ઊભો રહી જવાનો, અફસોસ તને જીવનમાં એનો તો રહી જવાનો
કરી ના શકીશ કાંઈપણ સમયસર જો તું, હર સમય યાદ તને એની આપી જવાનો
ગોતજે કારણ તારી નિષ્ફળતાનું, ગોતજે સમય હાથમાંથી કેમ સરકી ગયો
મારી સાથમાં મહાન બન્યા સહુ, ચૂક્યા રહેવું સાથમાં, જગે ના એને આવકાર્યો
ગણી ઘણીએ મૂડી તો એણે, સમજી સમજી જીવનમાં ઉપયોગ એણે તો કર્યો
ગણ્યો ઘણાએ કાળ તો એને, જીવનને જીવનને જગમાં એ તો ગળતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)