એક દિન જગમાંથી તો, લેવી પડશે તારે તો વિદાય
સત્ય જીવનનું આ જોજે, હૈયેથી કદી ના વિસરાય
લાગી જાજે કરવાને સત્કર્મો, આવશે તે તો કામ - સત્ય...
રહ્યા નથી જગમાં કોઈ, શું બળવાન કે ધનવાન - સત્ય...
રહી કીર્તિ સદાય જગમાં, ફેલાવી કર્મની સુવાસ - સત્ય...
ખોટાં કર્મો ને ખોટા ભાવો, એ તો લખાય ને વંચાય - સત્ય...
ના ખાજે મહેનત વિનાનું, રહે સુખે મહેનતનું જે ખાય - સત્ય...
હૈયાના ક્રોધ ને હૈયાની વાસના, નિજને એ કોરી ખાય - સત્ય...
પ્રેમનું સામ્રાજ્ય છે મોટું, જગ સારું એમાં સમાય - સત્ય...
ડાઘ લાગે ના હૈયાને, જોજે લોભ-લાલચે ના ખરડાય - સત્ય...
કરતો ના વેર કોઈનાથી, સહુ તો છે જગમાં મહેમાન - સત્ય...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)