આવ્યો છે જગમાં, વેડફાશે સમય, લાવશે બીજો તું ક્યાંથી
હાટે એ વેચાતો મળે નહિ, ખરીદીશ તું એને ક્યાંથી
કરીશ વિચારો ખોટા, મૂકી શકીશ ના અમલમાં
મૂક્યા વિના અમલમાં, મળશે પરિણામ તને ક્યાંથી
ખોટાં કરી કર્મો, નૂર ઘટશે, બનશે ખોટનો સોદો આથી
મૂડી તારી જાશે વધતી, વરતશે જો તું સમજદારીથી
ના દેખાયે કર્મો, બંધાયું છે જગ તોય એનાથી
નાનો-મોટો ભેદ ના રાખે, રાખે દૃષ્ટિ એકસરખી
ના રોકાયે એ તો કદી, ભરમાયે ના કોઈ વાતથી
વેડફીશ જો તું એને, બનશે ખોટનો સોદો આથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)