સિધ્ધમા જેનું નામ છે, ડીસામાં તો ધામ છે
એવી મારી જગજનની ‘મા’, તને સદાય કરું પ્રણામ
ભક્ત કાજે પ્રેમાળ છે, બાળ કાજે હૈયામાં પ્યાર છે
શક્તિનો ભંડાર છે, કરવા સહાય તૈયાર છે
સિંહે તો સવાર છે, હૈયે તો સદાય પ્યાર છે
સદા સુંદર દેખાય છે, મુખ તો મલકાય છે
હાથે ચક્ર ત્રિશૂળ છે, પ્રેમે તો મજબૂર છે
કૃપાનો તો ભંડાર છે, આનંદનો સાગર છે
તેજનો એ પુંજ છે, જ્ઞાનનો તો ભંડાર છે
દયાનો તો સાગર છે, ગુણનો તો ભંડાર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)