Hymn No. 5774 | Date: 13-May-1995
|
|
Text Size |
 |
 |
1995-05-13
1995-05-13
1995-05-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1273
જીવનમાં આમ પણ થાયને, જીવનમાં તેમ પણ થાય
જીવનમાં આમ પણ થાયને, જીવનમાં તેમ પણ થાય કર્યું હોય જીવનમાં જેવું, જીવનમાં એવું એ તો નિશ્ચિત થાય આવ્યું પરિણામ, કર્યું તેં તો જેવું, કદી હસાવી, કદી એ રડાવી જાય કદી ધાર્યું થાય, કદી અણધાર્યું થાય, કદી વિચારમાં એ મૂકી જાય કદી પલકમાં, કદી સંજોગોમાં, કદી વેળા, કદી કવેળા એ થાતું જાય થાય ભલે એ જેવું, અનુભવ એનો એ આપતુંને આપતું જાય કદી હકારને નકારમાં બદલ, કદી નકારને હકારમાં બદલતું જાય કદી શાંતિ, કદી અશાંતિ જગાવી, જીવનમાં રંગ એ બદલી જાય કરી શકે ભલે એ બધું, જીવન સહુના તોયે અધૂરા રહી જાય જગમાં જીવનમાં ફેરા ઊભા કરી જાય, જીવનમાં એવું એ તો થાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam aam pan thayane, jivanamam te pan thaay
karyum hoy jivanamam jevum, jivanamam evu e to nishchita thaay
avyum parinama, karyum te to jevum, kadi hasavi, kadi e radavi jaay
kadi dharyu thaya, kadi
anadharyum jam , kadi sanjogomam, kadi vela, kadi kavela e thaatu jaay
thaay bhale e jevum, anubhava eno e apatunne apatum jaay
kadi hakarane nakaramam badala, kadi nakarane hakaramam badalatum jaay
kadi shanti, kadi ashanti jagavi, jivanamhale
kari bad shanti bamhale , jivan sahuna toye adhura rahi jaay
jag maa jivanamam phera ubha kari jaya, jivanamam evu e to thaay
|