રહે તનબદનમાં શક્તિ ભરી, સંચાલન કરનાર કોઈ ઓર છે
મનબુદ્ધિ રહે અખૂટ શક્તિ, શક્તિ ભરનાર કોઈ ઓર છે
અંતરમાં પ્રેરણા જાગે એની, પ્રેરણા દેનાર કોઈ ઓર છે
જગ સારામાં પ્રકાશ ફેલાવે, પ્રકાશ દેનાર કોઈ ઓર છે
ભવસાગરે તો નાવડી તરતી, ચલાવનાર તો કોઈ ઓર છે
સંજોગ જાગે તો સદા જીવનમાં, જગાવનાર કોઈ ઓર છે
સાગરમાં તો જળ રહે ભર્યું, ભરનાર તો કોઈ ઓર છે
કર્મો કરી, માનવ હૈયે અહં ભરે, કર્તા તો તેનો કોઈ ઓર છે
જગ સારાને આંખ તો દેખે, દેખાડનાર તો કોઈ ઓર છે
હોંશે-હોંશે ખોરાક ખાતા, ખવડાવનાર તો કોઈ ઓર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)