કર ના નખરાં આજ તો મારી માડી
કહ્યું આજ તો મારું માન
મૂકી વિનંતી તો તારાં ચરણમાં
દેજે એની ઉપર તારું ધ્યાન
વારે-વારે વિનંતી તને શું કરવી
મૂકી છે તારાં ચરણોમાં આજ
કાઢજે ના ગુણદોષ એમાં તો માડી
દેજે એના ઉપર તારું ધ્યાન
ભવોભવ તો કરી રહ્યો છું ભૂલ માડી
આજ તો ભૂલ મારી સુધાર
રાખજે કૃપાદૃષ્ટિ મુજ પર માડી
દેજે એના ઉપર તારું ધ્યાન
નવરો બેસે તે માડી નખ્ખોદ વાળે
નવરો મને કદી ન રાખ
હરનિશ નામ તારું, ચડાવજે મારા હૈયે માડી
દેજે એના ઉપર તું ધ્યાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)