પરેશાન, પરેશાન, પરેશાન, (2) થઈ રહ્યાં છીએ, કરી રહી છે, અનેક ચીજો જીવનને તો પરેશાન
ભૂલ્યા જીવનમાં જ્યાં પ્રભુનો અહેસાન, થઈ ગયું જીવન તો ત્યાં પરેશાન
બની આવ્યા જગમાં બનીને ઇન્સાન, ભૂલીને ઇનસાનિયત તો જીવનમાં - થઈ ગયું...
થયું ના ધાર્યું જીવનમાં તો જ્યાં, અનુભવ્યો હૈયે એનો જ્યાં ઉકળાટ - થઈ ગયું...
કરી ભાગ્યે જીવનની તો જ્યાં છેડછાડ, થઈ ગયા જીવનમાં તો હેરાન - થઈ ગયું...
ભૂલતાને ભૂલતા રહ્યાં જીવનમાં તો માયામાં તો જ્યાં સાન ભાન - થઈ ગયું...
અભિમાન તો ઘેરતું રહ્યું જીવનને જ્યાં, છોડી ના શક્યા જ્યાં અભિમાન - થઈ ગયું...
દુઃખ દર્દે જીવનમાં છોડયું ના હૈયેથી સ્થાન, થઈ ગયું જીવન એમાં પરેશાન - થઈ ગયું...
અટકાવી ના શક્યા જીવનમાં, લોભલાલચના કારસ્તાન, થઈ ગયા પરેશાન - થઈ ગયું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)